facebook pixel
કોમેડિયન સુનીલ ગ્રોવર તાજેતરમાં યોગ નગરી ઋષિકેશમાં ગંગાના ઘાટ પર સૂતેલો દેખાયો. સાધુ-સંતો અને સામાન્ય શ્રદ્ધાળુઓ વચ્ચે કરોડોની નેટવર્થ ધરાવતો સુનીલ ગોદડી પાથરીને જમીન પર સૂઈ ગયો. હાલમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.સુનીલ ગ્રોવરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો, સાથે તેણે કેપ્શન લખ્યું, ‘તારે જમીન પર’કોઈપણ પ્રકારની લક્ઝરી કે સુરક્ષા વિના સુનિલ નાનકડી ગોદડી પર હાથને જ ઓશીકું બનાવીને ઘાટ પર સૂતો છે. તેની આસપાસ ઘણા બધા સાધુ-સંતો અને અન્ય શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. આ દ્રશ્ય ઋષિકેશના ત્રિવેણી ઘાટનો છે. ઋષિકેશને મોક્ષનું સ્થાન પણ માનવામાં આવે છે. #Dholka #Ahmedabad #CrimeNews #MurderCase #GujaratCrime #BreakingNews #Vautha #SamacharDiary24x7

 10.3k

 122

 10.3k

    Suggested Credits
    Tags, Events, and Projects