facebook pixel
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના હુમલામાં યુવકના મોતની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ઘટનાની તપાસ દરમિયાન યુવક પ્રકાશ ચંદ્રના અંતિમ CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તેઓ મધરાતે ખાનગી કંપનીની કોલોનીમાંથી બેગ સાથે બહાર નીકળતા જોવા મળે છે. માહિતી મુજબ તેઓ રાત્રે આશરે 1 વાગ્યે ઉત્તરાખંડ જવા માટે નીકળ્યા હતા. ફરજ પરના સિક્યુરિટી કર્મચારીઓએ મોડીરાત્રે બહાર ન જવા સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. કોલોની અને આસપાસના વિસ્તારોના વિવિધ CCTV ફૂટેજમાં યુવકની હિલચાલ કેદ થઈ છે. સમગ્ર મામલે વન વિભાગ અને પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ છે અને ઘટનાક્રમની દરેક કડીને જોડવાનો પ્રયાસ કરી રહી છે. #Amreli #Rajula #LionAttack #CCTVFootage #ForestDepartment #BreakingNews #GujaratNews #SamacharDiary24x7

 150.3k

 1.2k

 5

 150.3k

    Suggested Credits
    Tags, Events, and Projects