facebook pixel
ઑસ્ટ્રેલિયામાં વસતા ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજ દ્વારા પ્રથમ વખત ભવ્ય "એકતા મહોત્સવ" અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ મા ઉમિયાની આરતી સાથે થયો હતો. વિદેશમાં રહેતા સમાજજનોને એક મંચ પર લાવી એકતા, સંસ્કાર અને ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સમાજજનો ઉત્સાહભેર જોડાયા હતા, જ્યારે યુવા પેઢીને પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનો પણ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સમાજની એકતા અને ભાઈચારાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. #Australia #KadvaPatidar #Chunval72 #EktaMahotsav #Snehamilan #MaaUmiya #GujaratiCulture #PatidarSamaj #GujaratiCommunity #IndianDiaspora #AustraliaGujarati #Culture #Tradition #SamacharDiary #GujaratiNews

 345

 4

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects