facebook pixel
મહેસાણા રેલવે સ્ટેશન પર મહિલા મુસાફર અને મહિલા ટિકિટ ચેકર વચ્ચે ટિકિટ ચેકિંગ દરમિયાન ઉગ્ર બોલાચાલીનો બનાવ સામે આવ્યો છે. વડોદરાથી બાળક સાથે આવેલા દંપતી પાસે જનરલ, એસી અને સ્લીપર એમ ત્રણ અલગ-અલગ કેટેગરીની ટિકિટ હોવાનું સામે આવતાં ટિકિટનો તફાવત ભરવા કહેવામાં આવ્યું હતું. આ મુદ્દે વાતાવરણ ગરમાતાં મહિલા મુસાફર અને મહિલા ટિકિટ ચેકર વચ્ચે ભારે તકરાર સર્જાઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મહિલા ટિકિટ ચેકર મદદ માટે આસપાસના લોકોને બૂમો પાડતા જોવા મળે છે. આ ઘટનામાં મહિલા ટિકિટ ચેકર તેમજ મહિલા મુસાફરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે રેલવે તંત્ર વધુ તપાસ કરી રહ્યું છે. #Mehsana #MehsanaRailwayStation #Railway #TicketChecker #ViralVideo #BreakingNews #GujaratNews #IndianRailways #LatestNews #SamacharDiary #GujaratiNews #RailwayNews #IndiaNews #TrendingNews

 30.8k

 308

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects