આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે ફરી એકવાર પેલેસ્ટાઈનના વિશ્વસનીય વિકાસ ભાગીદાર તરીકે પોતાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવી છે. બેલ્જિયમના બ્રસેલ્સ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતે શાંતિ અને સ્થિરતા માટે 'ટૂ-સ્ટેટ સોલ્યુશન'ને પોતાનો સ્પષ્ટ ટેકો જાહેર કર્યો હતો. આ મહત્વપૂર્ણ બેઠકમાં ભારતીય પ્રતિનિધિ તરીકે વિદેશ મંત્રાલયના સચિવ શ્રીપ્રિયા રંગનાથને ભાગ લીધો હતો. આ પ્રસંગે ભારતે પેલેસ્ટાઈનમાં આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે સતત સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, UNRWA ની બેઠકમાં માનવતાવાદી સહયોગ અને રાહત કાર્યોમાં ભારત તરફથી શક્ય તમામ મદદ પૂરી પાડવાનું વચન પણ આપવામાં આવ્યું છે.
#IndiaPalestine#TwoStateSolution#BrusselsMeeting#ShripriyaRanganathan#UNRWA#IndianForeignPolicy#InternationalRelations#BreakingNews#GlobalUpdates#SamacharDiary