facebook pixel
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ હવે ધોરણ ૯ અને ૧૦માં થર્ડ લેંગ્વેજમાં (ત્રીજી ભાષા) પાસ થવું ફરજિયાત રહેશે. ત્રીજી ભાષા માટે કોઈ મુખ્ય બોર્ડ પરીક્ષા યોજાશે નહીં, પરંતુ શાળા કક્ષાએ જ આંતરિક મૂલ્યાંકન (Internal Assessment) લેવામાં આવશે. આ આંતરિક મૂલ્યાંકનમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ધોરણ ૧૦નું પાસિંગ સર્ટિફિકેટ મળશે નહીં. જોકે, ધોરણ ૯માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ દરમિયાન બેકલોગ ક્લિયર કરવાની તક આપવામાં આવશે. સીબીએસઈનો આ નવો નિયમ શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮થી પૂર્ણપણે અમલી બનાવવામાં આવશે. #CBSEBoard #CBSEUpdates #EducationNews #CBSEClass10 #CBSEClass9 #ThirdLanguage #BoardExam2027 #StudentsUpdate #BreakingNewsGujarat #SamacharDiary

 9

    Suggested Credits
    Tags, Events, and Projects