facebook pixel
અમદાવાદના અતિ પ્રખ્યાત સીજી રોડ પર ટ્રાફિક અને દબાણની સમસ્યાને ઠેર કરવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોડી રાત્રે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે હાથ ધરાયેલા આ વિશાળ મેગા ડ્રાઈવમાં રસ્તા પરથી ગેરકાયદે લારીઓ અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ અગાઉ કોર્પોરેશનના અધિકારીઓ પૂરતા પોલીસ બંદોબસ્તનું બહાનુ બતાવીને કામગીરી ટાળતા હોવાના આક્ષેપો ઊઠ્યા હતા. જોકે, સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યની આકરી રજૂઆત બાદ મનપા તંત્ર આખરે હરકતમાં આવ્યું હતું અને જનપ્રતિનિધિઓના દબાણ બાદ દબાણ હટાવો ઝુંબેશ ચલાવવામાં આવી હતી. #AhmedabadNews #CGRoad #AMCDrive #EncroachmentRemoval #AhmedabadMunicipalCorporation #TrafficUpdate #BreakingNewsGujarat #AhmedabadDiaries #LawAndOrder #samachardiary

 10

    Suggested Credits
    Tags, Events, and Projects