હવામાનની આગાહીઓ બંધ કરવાની જાહેરાત બાદ અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચોક્કસ શરતે જ પોતાની આગાહીઓ ફરી શરૂ કરશે. વિજ્ઞાન જાથા સાથેના વિવાદ અને આક્ષેપોથી દુઃખી થયેલા અંબાલાલ પટેલને હવે જનતા અને ખેડૂતોનો અવિચળ વિશ્વાસ તેમજ સપોર્ટ જોઈએ છે. રાજ્યના ખૂણે-ખૂણેથી ખેડૂતો તેમના સમર્થનમાં આવ્યા છે, પરંતુ શું સરકાર અને ખેડૂત આલમ તરફથી મળતો આ સપોર્ટ તેમને કાયદાકીય ચુંગલ અને આક્ષેપો સામે રક્ષણ આપી શકશે? જો જનતાનો સાચો સાથ મળશે તો જ તેઓ પ્રકૃતિના સંકેતો અને વૈદિક જ્ઞાનના આધારે ખેડૂતો માટે માર્ગદર્શન આપવાનું પુનઃ શરૂ કરશે. આ મામલે તમારું શું માનવું છે, શું સરકારે અને ખેડૂતોએ અંબાલાલ પટેલના સમર્થનમાં આવવું જોઈએ?
#AmbalalPatel#AmbalalPatelPrediction#GujaratFarmers#WeatherForecast#AmbalalVsVigyanJatha#GujaratWeather#FarmerSupport#BreakingNewsGujarat#GujaratNews#SamacharDiary