માંડલ તાલુકાના વિઠલાપુર પીકઅપ સ્ટેન્ડ નજીક વરસાદી પાણીમાં ખુલ્લો વીજ વાયર હોવાનો વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સ્થળ પર વીજપોલ પણ જોખમી રીતે નમી ગયો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો અને રાહદારીઓ આ માર્ગ પરથી પસાર થતા હોવાથી અકસ્માતનો ખતરો વધુ ગંભીર બન્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં 10 જુલાઈએ હાસલપુર ગામના એક આશાસ્પદ યુવાનનું કરંટ લાગવાથી કરુણ મોત થયું હતું. સ્થાનિકોના કહેવા મુજબ UGVCL સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં સમયસર જાળવણી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોમાં ખુલ્લો વીજ વાયર તાત્કાલિક દૂર કરવા, જોખમી વીજપોલ બદલવા અને સુરક્ષાના જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે .
#Vithalapur#Mandal#Ahmedabad#UGVCL#ElectricHazard#PublicSafety#Monsoon#BreakingNews#GujaratNews#SamacharDiary#SamacharDiary24x7#વિઠલાપુર#માંડલ#ખુલ્લોવીજયવાયર#UGVCL#જનહિત#વરસાદ#ગુજરાતસમાચાર#બ્રેકિંગન્યૂઝ#GujaratiNews