મહેસાણા જિલ્લાના ગોઝારિયા સ્થિત પ્રમુખ સ્વામી સર્જિકલ હોસ્પિટલમાં કેન્સરના દર્દી સારવાર દરમિયાન બેભાન થઈ જતાં તેના ઉશ્કેરાયેલા સગાંઓએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. આક્ષેપ અનુસાર, દર્દીના પરિવારજનોએ ૭૧ વર્ષીય વૃદ્ધ તબીબ ડૉ. જીતેન્દ્ર પટેલ અને તેમના પત્ની સાથે ઝપાઝપી કરી, રૂ. ૨ લાખ પરત આપવાની માગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન હુમલાખોરોએ હોસ્પિટલની ગ્રીલ તથા દરવાજામાં તોડફોડ કરીને અંદાજે રૂ. ૫૦ હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના અંગે લાંઘણજ પોલીસે ચાર હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#MehsanaNews#Gozaria#DoctorAttack#HospitalVandalism#LanghnajPolice#MehsanaCrime#BreakingNewsGujarat#LawAndOrder#DoctorSafety#SamacharDiary