facebook pixel
રાજકોટ શહેરમાંથી સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. રસ્તા પર ધસમસતી જતી એક કાળી સ્કોર્પિયો કારના દરવાજા બહાર ખુલ્લેઆમ લટકીને એક વૃદ્ધા જીવના જોખમે સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. જાહેર માર્ગો પર આ પ્રકારે જોખમી ડ્રાઇવિંગ અને સ્ટંટબાજીના કારણે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ લોકરોષ ફાટી નીકળ્યો છે અને નાગરિકો રાજકોટ શહેર પોલીસ પાસે આવા જોખમી સ્ટંટબાજો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. #RajkotNews #ViralVideo #DangerousStunt #ScorpioStunt #RajkotPolice #TrafficRulesViolation #StuntBaaz #BreakingNewsGujarat #RajkotDiaries #SamacharDiary

 508

 4

    Suggested Credits
    Tags, Events, and Projects