વાવ-થરાદ તાલુકાના ગણેશપુરા ગામે પત્નીએ જ પોતાના પ્રેમી અને સાગરિત સાથે મળીને પતિ ગમાભાઈ ઠાકોરની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. થરાદ પોલીસે ટેક્નિકલ અને વૈજ્ઞાનિક તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ આ હત્યાકાંડનો ભેદ ઉકેલી મૃતકની પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેન, તેના પ્રેમી પ્રેમજી પટેલ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. અનૈતિક પ્રેમ સંબંધના કારણે આચરવામાં આવેલા આ ગુનામાં સૌથી વધુ દયાસ્પદ સ્થિતિ ૯ નિર્દોષ બાળકોની થઈ છે; પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ અને માતા જેલના સળિયા પાછળ ધકેલાઈ જતાં હવે ૪ નાની દીકરીઓ અને ૧ નાના દીકરા સહિતના માસૂમ બાળકો અનાથ બની ગયા છે.
#BanaskanthaNews #TharadNews #VavTharad #CrimeUpdate #MurderCase #GujaratPolice #BreakingNewsGujarat #FamilyTragedy #LawAndOrder #SocialCrime #SamacharDiary