facebook pixel
પાટનગર ગાંધીનગરમાં માત્ર બે જ દિવસમાં બે જગ્યાએ ભૂવા પડવાની ઘટના સામે આવતા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શુક્રવારે શહેરના વ્યસ્ત ગ રોડ પર ભૂવો પડ્યા બાદ, હવે સચિવાલય નજીક આવેલા ફૂટપાથ પર પણ જમીન ધસી જતાં મોટો ભૂવો પડી ગયો છે. ચોમાસાના વરસાદના કારણે ફૂટપાથ નીચેથી જમીનનું ધોવાણ થઈ જતાં આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ગંભીર બાબત તો એ છે કે સચિવાલય જેવા મહત્વના અને વિઆઈપી વિસ્તારમાં ભૂવાની આસપાસ બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે અંધારામાં કે વરસાદમાં મોટો અકસ્માત થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. #GandhinagarNews #CapitalCity #PreMonsoonFail #RoadCavity #GandhinagarCorporation #Monsoon2026 #Sachivalaya #GRoad #GujaratNews #BreakingNewsGujarat #PublicSafety #SamacharDiary

 49

    Suggested Credits
    Tags, Events, and Projects