facebook pixel
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હુડલી ગામે શિકારની શોધમાં નીકળેલો એક સિંહ પરિવાર મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે ગામની શેરીઓમાં બેફિકર થઈને આંટાફેરા મારતા સાવજોના દ્રશ્યો સામે આવતા જ સ્થાનિકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલના સમયમાં વન્ય પ્રાણીઓની દરેક નાની-મોટી હિલચાલ કેમેરામાં કેદ થઈ રહી છે, કારણ કે ખોરાક અને શિકારની શોધમાં વન્યજીવો હવે જંગલ વિસ્તાર છોડીને અવારનવાર માનવ વસાહતો અને ગામડાંઓ તરફ આવી રહ્યા છે. બીજી તરફ, વન વિભાગની સતત સજાગતા અને સંરક્ષણની કામગીરીને લીધે સાવજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેના લીધે ગીર સોમનાથ અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દર્શન સામાન્ય બન્યા છે. #AmreliNews #Dhari #GirLions #LionFamily #WildLifeGujarat #BreakingNewsGujarat #Monsoon2026 #GirForest #LionSighting #NatureLovers #AmreliDiaries #SamacharDiary

 205

    Suggested Credits
    Tags, Events, and Projects