ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વૈશ્વિક અને આર્થિક સ્તરે ૧૦ મહત્વપૂર્ણ કરારો કરવામાં આવ્યા છે, જેનાથી બંને દેશોના સંબંધો એક નવા શિખરે પહોંચ્યા છે. આ ઐતિહાસિક બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી' (Strategic Partnership) માં અપગ્રેડ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે, જેથી વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે નવી તકો ઉભી થશે. સુરક્ષા ક્ષેત્રે દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ સહયોગ વધારવા પર વિશેષ સમર્થન આપવામાં આવ્યું છે, તેમજ આતંકવાદ સામે 'ઝીરો-ટોલરન્સ' નીતિ અપનાવી એકસૂરે લડત આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરાયો છે.
#IndiaNewZealand#Diplomacy#IndiaForeignPolicy#StrategicPartnership#TradeDeals#MaritimeSecurity#ZeroToleranceToTerror#BreakingNews#InternationalRelations#Geopolitics#samachardiary