facebook pixel
અમરેલી શહેરમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો વધુ એક કાળો કારોબાર ઝડપાયો છે. અમરેલી એસઓજી (SOG) ટીમે બાતમીના આધારે બટારવાડી શેરી નંબર ૧ માં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સાવરકુંડલાના બાઢડા ગામના સંજય રમેશભાઈ વીરાણી નામના ઇસમના કબજાવાળા મકાનમાંથી વનસ્પતિ ઘી, વનસ્પતિ તેલ, મિશ્રણ કરેલું શંકાસ્પદ ઘી અને પેકિંગ માટેના ખાલી ડબ્બાઓ સહિત કુલ રૂ. ૩૫,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજી ટીમે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતાં અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. પોલીસ અને ફૂડ વિભાગની આ સંયુક્ત કાર્યવાહીથી અમરેલીના ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો. #AmreliNews #AdulteratedGhee #SOGRajkot #FoodAndDrugs #AmreliCrime #BreakingNewsGujarat #FoodSafety #FakeGhee #SavarKundla #GujaratPolice #PublicHealth #SamacharDiary
https://www.instagram.com/p/DamzIYZDVGX
Posted on Instagram ·

 40

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects