મહેસાણાના સતલાસણામાં ખનીજ માફિયાઓ અને અધિકારીઓ વચ્ચે ફિલ્મી દોડાદોડી: ગેરકાયદે ખનન પર ભૂસ્તર વિભાગનો મોટો સપાટો! મહેસાણાના સતલાસણા પંથકમાં નદીઓમાંથી બેફામ રીતે થઈ રહેલી રેતી અને ગોળવા પથ્થરની ગેરકાયદે ચોરી રોકવા માટે ભૂસ્તર વિજ્ઞાન વિભાગની ટીમ અચાનક ત્રાટકતા માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પ્રકૃતિ અને નદીઓના અસ્તિત્વને જોખમમાં મૂકીને લાખો રૂપિયાનું કાળું નાણું કમાતા આ ખનીજ માફિયાઓ અને સરકારી તંત્ર વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પર ભારે પકડાપકડીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરીને વાહનો અને મુદ્દામાલ સીઝ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
#MehsanaNews#Satlasana#MineralMafia#GeologyDepartment#IllegalMining#GujaratNews#BreakingNewsGujarat#MehsanaCrime#LiveRed#SaveRivers#AntiMafia#SamacharDiary