ડાંગમાં ફિલ્મી ચેઝ: પોલીસથી બચવા ભાગતી દારૂ ભરેલી કાર જંગલમાં પલટી!
ડાંગ જિલ્લાના વઘઈ-આહવા રોડ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. વાંસદા તરફથી આવી રહેલી વિદેશી દારૂ અને બીયરના જથ્થાથી ભરેલી શંકાસ્પદ કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બુટલેગરોએ કાર ભગાવી મૂકી હતી. પોલીસથી બચવા માટે પૂરઝડપે ભાગી રહેલી આ કાર કુકડનખી ગામ પાસે કાચા રસ્તે જંગલના ખાડામાં પલટી મારી ગઈ હતી, જેને પાછળથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘેરાબંધી કરીને ગાડી મૂકી ભાગવા જતા ઉત્તર પ્રદેશ અને દાદરા નગર હવેલીના બે ઇસમોને કુલ રૂ. ૫,૪૩,૪૨૪ ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
#DangNews #Ahwa #PoliceChase #LiquorSeized #CrimeUpdate #BreakingNewsGujarat #VaghaiAhwaRoad #GujaratPolice #LiveRed #Monsoon2026 #ProhibitionEnforcement #SamacharDiary