ગ્રીન ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત દેશમાં પ્રથમ બનશે: ડેટા સેન્ટર્સ માટે ૫૧ ટકા ગ્રીન એનર્જી ફરજિયાત!
ગુજરાત સરકારે ટેકનોલોજી અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં સ્થાપાતા ડેટા સેન્ટર્સ માટે ૫૧ ટકા ગ્રીન એનર્જી (સૌર અને પવન ઊર્જા)નો વપરાશ ફરજિયાત કરવામાં આવ્યો છે. વધતી વીજ માંગને પહોંચી વળવા માટે GUVNL દ્વારા ટ્રાન્સમિશન નેટવર્ક મજબૂત કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. આ ક્રાંતિકારી પોલિસીના કારણે હવે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી વૈશ્વિક આઈટી જાયન્ટ કંપનીઓ ગુજરાતમાં પોતાના વિશાળ ડેટા પાર્ક સ્થાપવા જઈ રહી છે.
#GreenEnergy#GujaratNews#GoogleInGujarat#Microsoft#DataCenter#GUVNL#TechNewsGujarati#GujaratDevelopment#BreakingNewsGujarati#TrendingNewsGujarati