આણંદમાં બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં અને ટીમ પર જીવલેણ હુમલો કરતાં સ્વબચાવમાં કરાયેલા ફાયરિંગમાં માર્યો ગયેલો આરોપી કોઈ સામાન્ય ગુનેગાર નહીં, પરંતુ પિશાચી માનસિકતા ધરાવતો સિરિયલ કિલર હતો! તપાસ દરમિયાન જ્યારે તેને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો, ત્યારે તેણે પોલીસ ટીમ પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબી ફાયરિંગમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ પિશાચી ગુનેગાર ભૂતકાળમાં અન્ય કેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો તે દિશામાં પોલીસે હવે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
#Anand #AnandNews #SerialKillerExposed #PoliceEncounter #CrimeUpdate #GujaratPolice #AnandCase #BreakingNewsGujarat #JusticeForChild #SamacharDiary