સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર સતત સર્જાતા ભયાનક અકસ્માતોને કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે. જલ ભવન પાસે સીસી રોડ પર એક છોટા હાથી વાહન અચાનક સ્લીપ થઈને વીજ પોલ સાથે અથડાતાં પોલ ધરાશાયી થયો હતો, જેના લાઈવ CCTV દ્રશ્યો હવે સામે આવ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, જુના સર્કિટ હાઉસથી બસ સ્ટેન્ડ સુધીનો આ રિવરફ્રન્ટ રોડ અત્યંત લીસો બનાવવામાં આવ્યો હોવાથી સામાન્ય વરસાદમાં પણ વાહનો સ્લીપ થઈ રહ્યા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં અહીં અનેક અકસ્માતો સર્જાયા છે, જ્યારે બે દિવસ પહેલા જ એક ઈકો કાર સ્લીપ થતાં એક વ્યક્તિનું કમકાતીભર્યું મોત નીપજ્યું હતું. વારંવાર થતા જીવલેણ અકસ્માતો છતાં મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતાં લોકોમાં ભારે રોષ છે
#Surendranagar #RiverfrontRoad #AccidentCCTV #CCTVFootage #RoadSafety #NagarpalikaExposed #AccidentAlert #GujaratNews #BreakingNewsGujarat #SamacharDiary