facebook pixel
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો બાદ હવે શહેરના પોશ ગણાતા ઘુમા વિસ્તારમાં દીપડાની હાજરી નોંધાતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. મધરાતે ઘુમા સ્થિત શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસી આવ્યો હતો, જેના લાઈવ દ્રશ્યો સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયા છે. CCTVમાં દીપડો સોસાયટીની ગલીઓમાં નિર્ભય રીતે લટાર મારતો જોવા મળે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને કાંકરિયા ઝૂની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને દીપડાને પકડવા શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના મેયર હિતેશ બારોટે પણ રૂબરૂ સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. વન વિભાગ દ્વારા તમામ સ્થાનિકોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. #Ahmedabad #Ghuma #LeopardInAhmedabad #LeopardSightings #WildlifeInCity #AhmedabadNews #ForestDepartment #KankariaZoo #BreakingNewsGujarat #SamacharDiary

 102.9k

 2.1k

 2

 102.9k

    Suggested Credits
    Tags, Events, and Projects