ગુજરાતના એક મોટા ઉદ્યોગપતિને કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાડના નામે જાનથી મારી નાખવાની ધમકી આપી સીધી ૫ કરોડ રૂપિયાની તોતિંગ ખંડણી માંગવામાં આવી હોવાનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ગાંધીનગરના અદાણી શાંતિગ્રામમાં રહેતા અને રાજસ્થાનના સિરોહીમાં ગ્રેનાઈટનો મોટો બિઝનેસ ધરાવતા વેપારી રાજેશ રાવલને વિદેશી નંબર પરથી વોટ્સએપ ઓડિયો મેસેજ દ્વારા આ ધમકી મળી હતી, જેમાં તેમના પરિવારની તમામ વિગતો હોવાનો દાવો કરાયો હતો. વારંવાર મળતા મિસકોલ અને ધમકી બાદ વેપારીએ રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જ્યાંથી ઝીરો નંબરની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરાતાં હવે અડાલજ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ માટે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ધમકી ખરેખર ગોલ્ડી બરાડ ગેંગે આપી છે કે તેના નામનો ઉપયોગ કરી કોઈએ ડરાવવાનો ખેલ ખેલ્યો છે.
#GandhinagarNews#GoldyBrar#ExtortionCase#AdalajPolice#AdaniShantigram#GujaratBusiness#CrimeUpdates#BreakingNewsGujarat#SecurityAlert#SamacharDiary#lawrencebishnoi#bishnoigang#anmolbishoi#rajasthan