અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટનાના હચમચાવી દે તેવા લાઈવ CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. આ કાળજું કંપાવતા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક પ્રચંડ ધડાકાની સાથે જ જોતજોતામાં આખી ફેક્ટરી હવામાં ઉડી જાય છે. વિસ્ફોટની આ ક્ષણ એટલી ભયાનક છે કે જોનારા કોઈપણ વ્યક્તિના રૂંવાડા ઉભા થઈ જાય. અમદાવાદની આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે બ્લાસ્ટની આ લાઈવ અને ધ્રુજાવી દે તેવી ક્ષણના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
#Vastral💥#AhmedabadBlast#CCTVFootage#LiveExplosion#FactoryFire#AhmedabadNews#TragicAccident#GujaratUpdates#BreakingNewsGujarat#SamacharDiary