અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને ૯ પર પહોંચ્યો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોડી રાત્રે એલ.જી. હોસ્પિટલમાંથી ૮ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની પેનલ દ્વારા રાત્રે જ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી મોટાભાગના મૃતદેહ શોકગ્રસ્ત પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. જોકે, એક મૃતકના પરિવારનો સંપર્ક ન થઈ શકવાને કારણે એક મૃતદેહ હજુ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ, આ ભયાનક આગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ૫ નાગરિકો હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક વ્યક્તિની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે જ ઘટનાસ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને કડક તપાસના આદેશ આપ્યા છે.
#Ahmedabad #FactoryFire #TragicAccident #HarshSanghavi #CivilHospital #AhmedabadNews #GujaratUpdates #BreakingNewsGujarat #LawAndOrder #SamacharDiary