અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હાઇવે પર નર્મદા કેનાલ ક્રોસિંગ નજીક ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સરકાર દ્વારા ૩૨ કરોડના ખર્ચે નવા ફોર-લેન રોડનું કામ શરૂ કરાયું છે. આ મોટા પ્રોજેક્ટની સિવિલ કામગીરીને કારણે રોડની પહોળાઈ ઘટતાં અકસ્માત નિવારવા અને ટ્રાફિક જામ રોકવા માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. નવા જાહેરનામા મુજબ, વૈષ્ણોદેવી સર્કલથી લઈને ગાંધીનગરના ચ-૦ સર્કલ સુધી આગામી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ એટલે કે ૬ મહિના સુધી ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ ભારે વાહનોને રીંગ રોડ પર ડાયવર્ટ કરાશે. જોકે, હાલમાં નિયમોના ઉલ્લંઘનની વ્યાપક ફરિયાદો ઉઠતાં આગામી દિવસોમાં નિયમ ભંગ કરનારા ટ્રાન્સપોર્ટરો સામે પોલીસ કડક કાનૂની કાર્યવાહી અને વાહનો ડિટેઈન કરશે.
#SGHighway #TrafficUpdate #AhmedabadNews #GandhinagarNews #RoadProject #TrafficDiversion #VaishnodeviCircle #GujaratTraffic #BreakingNewsGujarat #SamacharDiary