facebook pixel
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશની કરન્સી સિસ્ટમમાં એક અત્યંત આધુનિક અને મોટો બદલાવ લાવવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈ દ્વારા ટૂંક સમયમાં જ ૧૦ રૂપિયા અને ૨૦ રૂપિયાની પ્લાસ્ટિક (પોલીમર) બેંક નોટો માટેનો એક મહત્વપૂર્ણ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે, જેના માટે ગ્લોબલ ટેન્ડર પણ બહાર પાડી દેવાયું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ પ્લાસ્ટિક નોટોનું ફૂલ-સ્કેલ રોલઆઉટ વર્ષ ૨૦૨૭થી દેશભરમાં વ્યાપક પ્રમાણમાં શરૂ થઈ શકે છે. આ નોટો અત્યંત એડવાન્સ સિક્યોરિટી ફીચર્સથી સજ્જ હશે, જે નકલી નોટોના દૂષણને રોકવામાં મદદ કરશે તેમજ તે સામાન્ય કાગળની નોટો કરતા લાંબો સમય ચાલશે અને ફાટશે કે પલળશે પણ નહીં. કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે પ્લાસ્ટિક નોટો આવ્યા બાદ પણ હાલની કાગળની નોટો સંપૂર્ણપણે લીગલ ટેન્ડર ગણાશે અને બજારમાં યથાવત ચાલુ રહેશે #RBIdecision #PlasticCurrency #PolymerNotes #IndianEconomy #ReserveBankOfIndia #CurrencyUpdate #BankingNews #NewCurrency #BreakingNewsIndia #SamacharDiary

 35

    Suggested Credits
    Tags, Events, and Projects