facebook pixel
ભારતના સ્પેસ સેક્ટરમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય શરૂ થયો છે! ખાનગી સ્પેસ એજન્સી 'સ્કાયરૂટ એરોસ્પેસ' દ્વારા ભારતનું સૌપ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. લોન્ચિંગની બરાબર પાંચ મિનિટ પહેલાં કોઈ કારણોસર કાઉન્ટડાઉન રોકવું પડ્યું હતું, પરંતુ તમામ તકનીકી ચકાસણી બાદ રોકેટે આકાશમાં સફળ ઉડાન ભરી હતી. સ્કાયરૂટ એરોસ્પેસના આ ઐતિહાસિક લોન્ચિંગ પ્રોજેક્ટને 'મિશન આગમન' નામ આપવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત 'વિક્રમ-૧' રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં (Low Earth Orbit) ચાર મહત્વપૂર્ણ પેલોડ્સને અવકાશમાં લઈ ગયું છે. આ સાથે જ ભારતમાં પ્રથમવાર કોઈ ખાનગી કંપનીએ ઓર્બિટલ સેટેલાઇટ લોન્ચ કરવાની અભૂતપૂર્વ સિદ્ધિ પોતાના નામે કરી છે. #SkyrootAerospace #Vikram1 #MissionAagaman #SpaceSector #PrivateSpaceMission #ISRO #IndianSpace #BreakingNewsGujarat #ScienceAndTech #SamacharDiary

 7

    Suggested Credits
    Tags, Events, and Projects