મધ્ય પ્રદેશમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, શુદ્ધ દૂધની વાનગીઓને અપાશે પ્રોત્સાહન!
મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢ બાદ હવે મધ્ય પ્રદેશ એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકનારું દેશનું ચોથું રાજ્ય બન્યું છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને શુદ્ધ દૂધ-માવો મળી રહે તે માટે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
પ્રતિબંધ: વેજિટેબલ ઓઇલ અને કેમિકલ્સમાંથી બનતા કૃત્રિમ (એનાલોગ) પનીરના ઉત્પાદન અને વેચાણ પર રોક
ઉદ્દેશ્ય: રાજ્યમાં શુદ્ધ દૂધ અને માવાની ઉપલબ્ધતા વધારવી તેમજ ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવું
તંત્રની ઝુંબેશ: આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા રાજ્યભરમાં શુદ્ધતા અભિયાન શરૂ કરાયું
#MadhyaPradesh #AnalogPaneerBan #FoodSafety #HealthAlert #BreakingNews #MadhyaPradeshNews #GujaratNews #NewsUpdateGujarati #SamacharDiary