ભાવનગરમાં દવાના વેપારીને Facebook પર મિત્રતા કરી હનીટ્રેપમાં ફસાવી 3.05 લાખ રૂપિયા પડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. ફુલસરની મહિલાએ વેપારીને સાળંગપુર દર્શન માટે લઈ ગયા બાદ પરત ફરતી વખતે કેટલાક શખસોએ પોતાને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્ટાફ તરીકે ઓળખાવી ડ્રગ્સ અને ગાંજાના કેસમાં ફસાવવાની તેમજ એન્કાઉન્ટરની ધમકી આપી 8 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો આરોપ છે. ફરિયાદ બાદ ભાવનગર LCBએ મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે સાગરીતોની શોધખોળ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ટોળકી અગાઉ પણ હનીટ્રેપના કેસોમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે.
#Bhavnagar #HoneyTrap #CrimeNews #GujaratNews #ViralNews