facebook pixel
મહીસાગર જિલ્લાના નાના સોનેલા ખાતે આવેલા અર્બુદા બંગ્લોઝમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની આકસ્મિક તપાસ દરમિયાન સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. વેચાણ દસ્તાવેજોમાં કેટલીક મિલકતોને બિનખેતી રહેઠાણ ઉપયોગી ખુલ્લા પ્લોટ તરીકે દર્શાવવામાં આવી હતી, જ્યારે સ્થળ પર તપાસ દરમિયાન બે માળના RCC બાંધકામો અસ્તિત્વમાં હોવાનું સામે આવ્યું હતું. દસ્તાવેજોમાં દર્શાવેલી મિલકતની સ્થિતિ અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે તફાવત સામે આવતા પ્રાથમિક તપાસમાં 12 લાખ રૂપિયાથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિનો મુદ્દો સામે આવ્યો છે. આ મામલે સંબંધિત પક્ષોને નોટિસો આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #Mahisagar #GujaratNews #StampDuty #RevenueDepartment #GujaratNewsUpdate

 3.1k

 40

 2

 3.1k

    Suggested Credits
    Tags, Events, and Projects