રાજકોટમાં ક્ષત્રિય દીકરીઓનો શૌર્યસભર તલવાર રાસ! 🔥
રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે નવરાત્રીના પર્વમાં ક્ષત્રિય સમાજની બહેનોએ ભવ્ય તલવાર રાસ રજૂ કર્યો. રાજવી પરિવારના ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત રસોત્સવમાં શક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો. દીકરીઓએ તલવારથી અદભુત કરતબો રજૂ કર્યા, તો કેટલીક દીકરીઓએ બાઈક અને જીપ પર સવાર થઈ શૌર્યનું પ્રદર્શન કર્યું. મહારાણી કાદંબરીદેવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.
#રાજકોટ#RajkotNews#તલવારરાસ#KshatriyaCulture#Navratri2026#RanjiTvilasPalace#GujaratiCulture#શૌર્ય#નવરાત્રી#GujaratNews#SamacharDiary24x7