અમદાવાદમાં મહિલાઓને સોશિયલ મીડિયા પર હેરાન કરનારાઓ સામે સાયબર ક્રાઇમનો એક્શન! 🚨
‘મિશન સાયબર રક્ષિકા’ હેઠળ ફેક પ્રોફાઇલ, ફોટા-વીડિયોનો દુરુપયોગ, સાયબર સ્ટોકિંગ અને બ્લેકમેલિંગના કેસમાં એક મહિલા સહિત 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે 3 બાળ કિશોરો સામે પણ કાર્યવાહી કરાઈ છે. એક મહિનામાં આવા 9 ગુનાની ફરિયાદો નોંધાઈ હતી. એક કેસમાં ધાર્મિક વિધિના બહાને મહિલાને બ્લેકમેલ કરી ₹1,21,111 પડાવ્યાનો પણ ખુલાસો થયો છે.
📌 સોશિયલ મીડિયા પર હેરાનગતિ થાય તો પુરાવા સાચવીને પોલીસમાં ફરિયાદ કરો. નાણાકીય સાયબર છેતરપિંડી માટે 1930 પર સંપર્ક કરો.
#Ahmedabad#CyberCrime#MissionCyberRakshika#CyberSafety#WomenSafety#CyberStalking#FakeProfile#Blackmailing#GujaratNews#અમદાવાદ#SamacharDiary24x7