અમદાવાદમાં સોશિયલ મીડિયા પર બદલો લેવાની રમત! 9 FIR, 8 આરોપીઓની ધરપકડ!
અમદાવાદ સાયબર ક્રાઇમના ‘મિશન સાયબર રક્ષિકા’ હેઠળ એક મહિનામાં 9 FIR નોંધાઈ છે અને 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બનાવટી સોશિયલ મીડિયા પ્રોફાઇલ, ફોટો મોર્ફિંગ, ઓનલાઇન હેરાનગતિ અને મિત્રતાના નામે છેતરપિંડી જેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ મામલાઓમાં ત્રણ સગીરનો પણ સમાવેશ થાય છે. લાઇક્સ અને ફોલોઅર્સ વધારવાથી લઈને અંગત અદાવતનો બદલો લેવા સુધી, સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે સાયબર ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી છે.
#Ahmedabad#CyberCrime#MissionCyberRakshika#SocialMediaCrime#FakeProfile#CyberSafety#GujaratNews#BreakingNews#અમદાવાદ#SamacharDiary24x7