અમદાવાદ શાહપુર વોર્ડમાં ગટર, પાણી અને કોર્પોરેટરના બજેટ હેઠળનાં કામો સમયસર ન થતાં ભાજપના કોર્પોરેટર જીતેન્દ્ર ચૌહાણે વિરોધ નોંધાવ્યો હતો. દૂધેશ્વર ખાતે આવેલી વોર્ડ ઓફિસમાં આસિસ્ટન્ટ સિટી ઇજનેરની ઓફિસને તાળું મારી દેવામાં આવ્યું હતું. કોર્પોરેટરનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સંબંધિત અધિકારીઓ દ્વારા કામો કરવામાં આવતા નથી. તેમણે ચેતવણી આપી હતી કે જો કામો નહીં થાય તો અન્ય કચેરીઓને પણ તાળાં મારવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરના રાજીનામાની માંગણી પણ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
#Ahmedabad #Shahpur #JitendraChauhan #AMC #GujaratNews #AhmedabadNews #BJP #CivicIssues #BreakingNews #SamacharDiary24x7